Monday, August 23, 2010

તહેવારો અને વહેવારો. . . ! ! !

આમતો સાવનનો મહિનો એટલે તહેવારોનો મહિનો.અને ભોલેનાથની ક્રુપા પામવાનો મહિનો. આવતી કાલે રક્ષાબંધન અને બળેવ છે, બળેવને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે, તો આ શુભદિવસના આપ સહુને ઝાઝા કરીને હેતપ્રેમની શુભેચ્છા.અને આમારો પડોશી દ્વારકાનોનાથ સહુની રક્ષા કરે સાથે મનોકામના પણ પુરી કરે.
આપણે પણ શું આપણા દેશસેવકો તેનો પગાર વધારો માંગે તેમાં આટલા નારાજ થાઇએ છીએ, તેમને પણ તેમના પરિવાર-પરિવારો ની સંભાળ તો રાખવી જ પડેને?
એક પણ વિરલો એવો નો નીકળ્યો કે મારે વેતન જોતુજ નથી. આપ શું કહો છો ? નિખાલસતા થી પ્રતિભાવ આપશો.
વ્રજ દવે

Sunday, August 22, 2010

ભાગ રે વરસાદ . . . . . .!

એકદમ ભુક્કાબોલાવી દીધા બાપલીયા આ વખતના વરસાદે તો. . . હવે જો વિરામ કરે તો સારું,નહીંતર તો લીલોદુકાળ થાશે. હા આ મારા ગામની અને તેમાં પડેલ વરસાદ ની વાત છે. ગામ તો દરેક ગામડાની માફક રળીયામણું જ છે. તેની ઉગમણે તેલી નદી અત્યારે તો તોફાની બની ને અને આથમણે ઘી નદી પણ ધમપછાડા મારતી ભાગમભાગ કરે છે.
આતો થોડી વાત કરી, બાકી આપણે મલતા તો રહીશું જ.
થોડા પ્રતિભાવો મલે તો આનંદ. . આનંદ.
વ્રજ દવે